આજે 26 જુલાઈ ના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજની તારીખે વર્ષ 1999 માં કારગિલ માં ભારત દેશના જવાનોને પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી અને જે બાદથી આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સમગ્ર દેશના જવાનો નું મનોબળ વધારવા તેમજ યુવાપેઢી ભારતીય જવાનો ના પરાક્રમથી વાકેફ થાય તે માટે ઉજવણી કરાય છે.
ત્યારે આજના દિવસે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સ્કૂલના બાળકોએ દેશભક્તિ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
અને ખાસ આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના વતની શહીદ જવાન રવીરાજસિંહ પરમારના પરિવાર જનોને સેવા એ જ સંપતિ સંસ્થા દ્વારા એક લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને આ સેવા એજ સંપતિ એ અગાઉ પણ 265 શહીદ પરિવારોને સહાય અર્પણ કરી છે તેમજ મોરબી જિલ્લાના નિવૃત જવાનોને સન્માનિત કરવામા આવ્યા હતા.