Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લા ભાજપના હોદેદારોની નિમણૂક કરાઈ

મોરબી જિલ્લા ભાજપના હોદેદારોની નિમણૂક કરાઈ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેને લઈ ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ દ્વારા મોરબી જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ રિલીઝ કરી જણાવાયું છે કે,ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી તેમજ પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, મોરબી જીલ્લાના પ્રભારી હિતેષભાઇ ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી દ્વારા ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લાના સંગઠનનાં ઉપપ્રમુખ તરીકે જયુભા જાડેજા, હિરેનભાઇ પારેખ, પ્રજ્ઞેશભાઇ વાઘેલા, કાજલબેન ચંડીભમર, રમાબેન ગડારા, રવિભાઇ સનાવડા, અશ્વિનભાઇ મેઘાણી તથા રવિભાઈ રબારીની નિમણુંક કરી છે. જયારે મહામંત્રી તરીકે કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રાની તેમજ મંત્રી તરીકે રસીકભાઇ વોરા, નિરજભાઈ ભટ્ટ, શોભનાબેન મહેશભાઇ લીખિયા, પ્રજ્ઞેશભાઇ પટેલ, સંગીતાબેન વોરા, આનંદભાઇ સેતા, હિનાબા જાડેજા તથા પરમાર ક્રિષ્નાબેન હસમુખભાઇની વરણી કરી છે. તેમજ મોરબી જીલ્લાના સંગઠનનાં કોષાધ્યક્ષ તરીકે ભાજપે પ્રભુભાઇ વિંઝવાડીયાને નીમ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!