Friday, December 27, 2024
HomeGujaratમોરબી ડીસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા અસહ્ય જંત્રી વધારા સામે...

મોરબી ડીસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા અસહ્ય જંત્રી વધારા સામે પ્રજાલક્ષી નિર્ણય કરવા રજૂઆત કરાઈ

મોરબી ડીસ્ટ્રિકટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દ૨માં ૨૦૦% થી ૨૦૦૦% નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સૂચિત જંગી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે ૪૦,૦૦૦થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંગી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાવ્યું છે. રાજ્યના મોટા ભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી નથી. વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે. જે જંત્રી દરમાં પ્રજાલક્ષી નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ડીસ્ટ્રિકટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.જે આવેદન પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દ૨માં ૨૦૦% થી ૨૦૦૦% નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સૂચિત જંગી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે ૪૦,૦૦૦થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંગી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાવ્યું છે. રાજ્યના મોટા ભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી નથી તેમ પણ રજૂઆત કરી છે. તદુપરાંત સરકારના મૂલ્યાંકન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી સમગ્ર ગુજરાતના દરેક વિસ્તારોની સુચિત જંત્રી જાહેર કરી પ્રકાશિત કરી અને સામે વાંધા સૂચનો માંગવામાં આવ્યા છે. પરંતું એ જણાવામાં આવ્યું નથી કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે શું આધાર લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જંત્રી નક્કી કરવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલ ચુકાદા માં સૂચવવામાં આવેલ ગાઈડ લાઈન નો પણ ભંગ થતો દેખાઈ રહ્યો છે. તેથી મોરબી ડીસ્ટ્રિકટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા વિનંતી કરવામાં આવી છે કે જંત્રી અમલમાં મુકતા પહેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદામાં દર્શાવેલ માર્ગદર્શીકાનું પાલન કરવામાં આવે.રાજયના સર્વાગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેકટર છે જેની સાથે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે. અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે. આથી જ રીયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે. જેથી જીલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પૂરી પડે તે માટે અસહ્ય જંત્રી વધારા અંગે પ્રજાલક્ષી નિર્ણય કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવીને મોરબી ડીસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!