Saturday, April 19, 2025
HomeGujaratમોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ:મુખ્યમંત્રીએ આપ્યો...

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ:મુખ્યમંત્રીએ આપ્યો હકારાત્મક પ્રતિભાવ

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી.જેમાં મોરબી મહાનગર પાલિકા બનતા આઠ મુદોને લઇને રજૂઆત કરવામાં આવી હતી. જે મુદ્દાઓનું નિરાકરણ કરી મોરબીના વિકાસને ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત લઈને મોરબીના વિવિધ મુદ્દાઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી. જે તકે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ સાથે જોડાયા હતા. જેમાં બિલ્ડરોએ મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ને કાર્યરત કરવા, મોરબી મહાનગરપાલિકામાં હાલે વર્ષ ૧૯૭૧ નો ડેવલોપમેન્ટ પ્લાન હોય, જે આશરે ૫૫ (પંચાવન) વર્ષ જુનો હોવાથી નવો ડી.પી બનાવવા માટે જરૂરી કાર્યવાહી તાત્કાલીક અસરથી કરાવવા, મોરબી મહાનગરપાલિકા બનતા પહેલા મોરબી નગરપાલિકામાં રજુ થયેલ અરજીઓ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલ બાંધકામોને બીનખેતી હુકમ પ્રમાણે ઈમ્પેક્ટ ફી (GRUDA-2022) અન્વયે નિકાલ કરવો જેમાં વર્ષ ૧૯૭૧ મુજબ ઝોનીંગ ધ્યાને ન લેવા, જ્યાં સુધી સતામંડળમાં ઝોનીંગ નક્કી ન થાય ત્યાં સુધી બીનખેતી હુકમ પ્રમાણે બાંધકામ મંજુરી આપવાની કાર્યવાહી કરવા, હાલમાં મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં બિનખેતી પ્લોટીંગમાં થયેલ બાંધકામોને ઈમ્પેક્ટ પ્લાન અંતર્ગત કોર્પોરેશનમાં આકારી બાંધકામો અધિકૃત કરી, આવા વિસ્તારોને ખાસ કિસ્સા તરીકે મુખ્યમંત્રી કક્ષાએથી આદેશ કરવા, ગુજરાત સરકારના GDCR મુજબ મોરબીની હાલ D4 કેટેગરીમાં સુધારો કરી રાજકોટ અમદાવાદ તથા સુરત જેવા શહેરોની જેમ હાઈરાઈઝડ બિલ્ડીંગોનું નિર્માણ થઈ શકે તેવી કેટેગરીમાં સમાવેશ કરવા, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામ મંજુરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તે માટે ઈ-નગર પોર્ટલ ઝડપી કાર્યરત થાય તેવી વ્યવસ્થા કરી આપવા તેમજ મોરબી મહાનગરપાલિકામાં પ્રવર નગર નિયોજક ની નવા DP ના ખાસ અધિકારી તરીકે નિમણુક કરવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઇને મુખ્યમંત્રીએ અંગત રસ લઈ વિકાસ કામગીરીને ઝડપી આગળ વધારી મોરબી કોર્પોરેશનને લગતા પ્રશ્નો નિકાલ કરવાની ખાતરી આપી હતી. જે તકે શહેરી મંત્રાલયના અશ્વિનીકુમારે પણ મોરબી મહાનગર પાલિકાનો વિકાસ થાય તે માટે ખૂબ સારો સહકાર આપ્યો હતો. તેમ મોરબી બિલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!