Friday, January 31, 2025
HomeGujaratમોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિયેશન મનપા કમિશ્નરની શુભેચ્છા મુલાકાતે:ઉદ્યોગ બાંધકામના...

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિયેશન મનપા કમિશ્નરની શુભેચ્છા મુલાકાતે:ઉદ્યોગ બાંધકામના મુદ્દે ચર્ચા કરી

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિયેશન દ્વારા મોરબી મહાનગર પાલિકા કમિશ્નર સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી સાથે જ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગ અને બાંધકામ બાબતે છ મુદ્દાઓને લઇને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિયેશન દ્વારા મોરબી મહાનગર પાલિકા કમિશ્નર સ્વપ્નિલ ખરે સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી તેમજ ઉદ્યોગ અને બાંધકામ ના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામ મંજૂરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ગામતળ વિસ્તારમાં 2.0 તેમજ ગામતળ સિવાયના વિસ્તારમાં 1.8 એફ.એસ.આઇ. ગુજરાત સરકારના CGDCR મુજબ હાલ મળે છે તેમાં વધારો કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને વેગ મળી રહે, ગુજરાત સરકારના CGDCR મુજબ મોરબી હાલ D4 કેટેગરીમાં આવે છે તેમાં ફેરફાર કરીને D3 કેટેગરીમાં સમાવવામાં આવે જેથી કરીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોની જેમ હાઇરાઇઝ બિલ્ડીગોનું નિર્માણ થઈ શકે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો નવો ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ઝડપથી બનાવવામાં આવે જેના પરથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો ટાઉન પ્લાન (ટીપી) બની શકે જેથી કરીને મોરબીના નગરજનોને મહાનગરપાલિકાની પાયાની સુવિધાઓનો લાભ મળી રહે, મોરબી મહાનગરપાલિકામાં કાયમી ટાઉનપ્લાનિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેથી કરીને બાંધકામ ઉદ્યોગને લગતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થઈ શકે તેમજ જુના મોરબી શહેરમાં આવેલ દુકાનો કે જેમનું ક્ષેત્રફળ 25 ચોરસ મીટર કરતા ઓછું હોય આવી દુકાનોનું બાંધકામ નિયમો મુજબ નવીનીકરણ શક્ય ન હોય આવા કિસ્સામાં માર્જિનની જગ્યા છોડયા વગર G+1 સુધીનું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી કરીને જૂના શહેરનું નવીનીકરણ થઈ શકે તેવી રજૂઆત મ્યુનિસપિલ કમિશ્નરને મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે આ રજૂઆત મામલે મનપા વિચારણા કરશે તેવું આશ્વાસન કમિશનર દ્વારા આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!