ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળે છે. જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડતી નથી. આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિગત એક લાખ વીસ હજારની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને https://eSamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની મોરબી જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને નોંધ લેવા તેમજ વિશેષ માહિતી માટે જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં.૪૬,૪૭, સંપર્ક કરવાથી વધુ માહિતી પ્રાપ્ત થઇ શકશે. તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એ.એમ.છાસિયા દ્વારા જણાવાયું છે.