“રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ”ના ધ્યેય સૂત્ર સાથે કે કામ કરતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યેય મંત્રો મેં ઝલકતા,સ્વત્વ ભારત કા ! કેલેન્ડર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોતાની ફરજની સાથોસાથ સમાજ ઉપયોગી કાર્યો કરતા સંગઠનના કાર્યકર્તાઓએ મોરબી જિલ્લાના નવનિયુક્ત કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધ્યેય મંત્રો મેં ઝલકતા, સ્વત્વ ભારત કા! કેલેન્ડર અર્પણ કરી અભિવાદન કરાયું હતું. જેમાં આપણાં ભારતનો ધ્યેય મંત્ર સત્ય મેવ જયતે, લોકસભાનો ધ્યેય મંત્ર ધર્મ ચક્ર-પ્રવર્તનાય, સર્વોચ્ચ ન્યાયલનો ધ્યેય મંત્ર યતો ધર્મસ્તતો જય:, રાષ્ટ્રીય રક્ષા એકેડમીનો ધ્યેય મંત્ર સેવા પરમો ધર્મ:, આરોગ્ય વિજ્ઞાનની સંસ્થાઓના ધ્યેય મંત્ર સર્વે સન્તુ નિરામયા, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું સર્વે ભવન્તુ સુખિન:, એનસીઆરટીનો વિદ્યાઅમૃતમશનુતે અનુસંધાન અને વિશ્લેષણ સ્કન્ધ (R.A.W) નો ધ્યેય મંત્ર ધર્મો રક્ષતિ રક્ષતિ, આઈ.બી. – જાગૃતં અહર્નિશમ, આકાશવાણી – બહુજનહિતાય બહુજનસુખાય, દૂરદર્શન – સત્યમ શિવમ સુંદરમ, રાષ્ટ્રીય પોલીસ એકેડમી – સત્યમ સેવા સુરક્ષણમ વગેરે વિવિધ સંસ્થાઓના ધ્યેય મંત્રો ક્યાંથી લેવામાં આવ્યા છે. એનો અર્થ શું થાય વગેરેનું ખુબજ સચિત્ર ચરિત્રણ અને નિરૂપણ કરવામાં આવ્યું છે. જે કેલેન્ડર દ્વારા મોરબી જિલ્લાના નવનિયુક્ત અધિકારીઓનું અભિવાદન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા મંત્રી, સંદિપભાઈ આદ્રોજા વરિષ્ઠ ઉપાધ્યક્ષ, ધીરજલાલ જાકાસણીયા ઉપાધ્યક્ષ જિલ્લા ટીમ તેમજ સંદિપભાઈ લોરીયા અધ્યક્ષ તાલુકા ટીમ-મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું.