મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી. અને કેદીઓની રૂબરૂ મુલાકાત કરી જેલની શિસ્ત અને સલામતી અંગેની ચર્ચા તેમજ સવલતો અંગે પૂછતાછ કરતા તેઓને સંતોષ કારક જવાબ મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા કલેકટર જી. ટી.પંડ્યા દ્વારા આજરોજ મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમની સાથે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી જોડાયા હતા. જ્યાં રાહુલ ત્રિપાઠી તેમજ જી. ટી.પંડ્યા દ્વારા જેલમાં રહેલ પુરુષ તેમજ મહિલા વિભાગમાં રહેતા તમામ બંદીવાનોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને જેલની શિસ્ત અને સલામતી અંગેની ચર્ચા તેમજ જેલના બંદીવાનોને મળતી સવલતો અંગેની પૂછતાછ કરવામાં આવી હતી. જે બદલ બંદિવાનો દ્વારા કલેકટરને સંતોષ કારક જવાબ આપવામાં આવેલ છે, તેમજ જેલમાં આપવામાં આવતા ખોરાક તથા જેલ અંગેની અન્ય કામગીરી સંતોષ કારક જણાય આવેલ હતો, આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા સાથે જોડાયા હતા.