Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લા કલેકટર દ્વારા સાકેત ગોખલે વિરૂદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરાયો

મોરબી જિલ્લા કલેકટર દ્વારા સાકેત ગોખલે વિરૂદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરાયો

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતીની ટ્વીટ કરવા બદલ મોરબી પોલીસે તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલેની ધરપકડ કરી હતી અને મોરબી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે રૂપિયા ૧૫ હજારના જામીન ઉપર મુક્ત કરવા આદેશ આપ્યો હતો. જે બાદ હવે મોરબી જિલ્લા કલેકટર દ્વારા તેના પર બદનક્ષીનો દાવો દાખલ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલેએ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મોરબી મુલાકાતના ખર્ચ અંગે કરેલી ટ્વીટ બાદ ગઈકાલે મોરબી પ્રાંતઅધિકારી અને ચૂંટણી અધિકારીએ તેમના વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ એકટની ૧૯૫૧ અને ૧૨૫ મુજબ ગુનો નોંધ્યો હતો. જે બાદ ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે ફરી એક વખત કાયદાના સંકંજામાં આવ્યો છે. અને મોરબી જિલ્લા કલેકટરે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. વડાપ્રધાનની મોરબી મુલાકાત મામલે ખોટી માહિતી ટ્વીટ કરનાર દક્ષ પટેલ અને સાકેત ગોખલે વિરૂદ્ધ મોરબી કોર્ટમાં આઈપીસી ૫૦૦ અને ૫૦૧ મુજબ બદનક્ષીનો દાવો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!