મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપના નેતા અને સાંસદ સમ્બિત પાત્રાના નિવેદન સામે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. પાત્રાએ મિડિયા સામે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને “ડકૈતી તથા ડાકુ” કહેતાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ સાથે સમ્બિત પાત્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે લેખિત અરજી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા તથા સાંસદ સમ્બિત પાત્રા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર, સાંસદ સમ્બિત પાત્રાએ ગઈ તા.૧૭/૦૪ના રોજ મિડિયા સમક્ષ રાહુલ ગાંધી તથા તેમની માતા સોનિયા ગાંધી સામે “ડકૈતી તથા ડાકુ છે” જેવા અપમાનજનક અને અપમાનરૂપ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ભાજપ નેતા વ્યકિતગત દ્રેષ દર્શાવે છે. ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રખમાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વિગેરેના ઉદેશયથી કરવામાં આવે છે. ઉપરાંત, ભારતના વિરોધ પક્ષના નેતાને “ડાકુ અને ડકેતી” કહેવાથી તેમની પાસેના જાહેર હોદાનું નુકશાન થાય છે. એટલુ જ નહી, સાંસદ સમ્બિત પાત્રાએ જાણી જોઈને રાહુલ ગાંધી તથા સોનીયા ગાંઘીને અવરોધવાનો પ્રયાસ કરે છે. આથી સમ્બિતા પાત્રા વિરૂદ્ધ વહેલામાં વહેલી તકે એફઆઈઆર નોંધવા વિનંતી સાથે માંગ કરી છે.