Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસે પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખી રોડના કામની વિગત દર્શાવતા...

મોરબી જિલ્લા કોંગ્રેસે પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખી રોડના કામની વિગત દર્શાવતા બોર્ડ મૂકવા કરાઈ રજૂઆત

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોર ચીખલીયા નગરપાલિકાનાચીફ ઓફિસરને પત્ર લખે મોરબી નગરપાલિકા હેઠળ ના નવસર્જન થઈ રહેલા પંચાસર રોડ રવાપર ચોકડી રોડની વિગત દર્શાવતા બોર્ડ મૂકવા માટે રજૂઆત કરી છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમૂખ કિશોરભાઈ ચિખલિયાએ મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી મોરબી નવસર્જન થઈ રહેલા પંચાસર રોડ અને રવાપર રોડની વિગત દર્શાવતા બોર્ડ મૂકવા રજૂઆત કરાઈ છે. મોરબી નગર પાલિકાના પંચાસર રોડ અને રવાપર રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં રોડની કિંમત અંદાજે એક કરોડ કરતાં વધુ હોવાથી માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ એક કરોડથી વધુ રકમના કામમાં રોડ રસ્તા કે વિકાસના કામની વિગત દર્શાવતુ બોર્ડ મૂકવાનું હોય છે. પરંતુ પંચાસર અને રવાપર રોજ પર બોર્ડ મુકવામાં નહિ આવતા વિગત દર્શાવાય તે રીતે જાહેર જનતાને વાંચી શકાય તે રીતે રોડની બંને સાઈડ બોર્ડ મુકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમજ કામ કરતી એજન્સી દ્વારા પોતાનો ઇજનેર રાખવામાં આવ્યો છે કે કેમ ? તે તપાસવામાં આવે તેમજ ઇજનેર ન રાખ્યો હોય તો તાત્કાલિક ધોરણે ઇજનેર મૂકવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!