Thursday, January 23, 2025
HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ખાતરના ભાવમાં કરેલ ભાવ વધારો...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ખાતરના ભાવમાં કરેલ ભાવ વધારો પરત ખેચવા માંગ કરી

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડુતોને ડામવાના બદલે ખેડુતોને પગભર કરવા માટે સરકારના મનઘડત નિર્ણયો ઉપર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાજેતરમાં સરકાર તરફથી ખાતરના ભાવમાં એક ભેગ ઉપર રૂા.૨૫૦/- નો વધારો કરી ખેડુતોને ડામવાના પયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે ખેડુતોના મનોબળને ઢેસ પહોંચેલ છે. તેથી ભાવ વધારો પરત ખેચવા માંગ કરી છે. તેમજ આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. ભારતના મોટા ભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. તેવામાં જો મનઘડત રીતે ભાવવધારા કરી ખેડુતોને ડામવામાં આવે તો આગામી દિવસોમાં આર્થિક ક્ષેત્રમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. આપણા દેશમાં મોટા ઉદ્યોગપતિઓને સરકાર તરફથી માતબર લોન આપી દેશ બહાર મોકલી મોજશોખ કરાવવાના બદલે જો આપણા દેશના ખેડુતોને કૃષિ સંશાધનો પુરા પાડી અને યોગ્ય ભાવ તથા સહાય આપી પગભર કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય તેમ છે. પરંતુ આવા ખાતર સહિતની અનેક ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવવધારા તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે દિવસેને દિવસે ગામડાના લોકો શહેર તરફ આકર્ષવા લાગેલ છે. જો આવું અવિરત ચાલુ રહેશે તો આપણી ફળદ્રુપ જમીનો બીનખેડવાણ બની જશે. વધુમાં મોરબી જીલ્લામાં ચાલુ વર્ષમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોની જમીનોનું ધોવાણ થઈ જતા ૧૦૦% પાક નિષ્ફળ ગયો છે. તેવામાં ખાતરમાં ભાવવધારો કરી ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેથી ખેડુતોને ડામવાના બદલે ખેડુતોને પગભર કરવા માટે સરકારના મનઘડત નિર્ણયો ઉપર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!