મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાગો ગ્રાહક જાગો કાર્યક્રમમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તેમજ ગ્રૂપનું સેવાકાર્ય બદલ સિલ્ડ આપી સન્માન કરી તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા. જે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જિલ્લા ગ્રાહક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા હેતલબેન પટેલના સેવાકાર્યો બિરદાવી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા “જાગો ગ્રાહક જાગો”નું કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા તેમના ગ્રુપને સેવાકાર્ય બદલ સિલ્ડ આપી સન્માનિત કરી તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા. પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સન્માનિત કર્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા સમૂહલગ્ન, દિવાળી તથા વાર-તહેવારમાં ઝૂંપડપટ્ટીમાં ગરીબોને કપડા વિતરણ, ઠંડીમાં ધાબળા વિતરણ, જન્મદિવસની અનોખી ઉજવણી, રક્તદાન, શ્રાવણ મહિમાં ઝૂંપડપટ્ટીમાં ગરીબોને નાસ્તો વિતરણ, ઉનાળામાં ચકલીના માળા અને પાણીના કુંડા, પંચાસર સ્મશાનમાં શબવાહીની દાન, સ્કૂલમાં અનેકવિધ પ્રવૃતિઓ જેવા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. જે સેવાકીય પ્રવૃત્તિ બદલ હેતલબેન પટેલેનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે હેતલબેને લાલજીભાઈ મહેતા સહીત અગ્રણીયોનો આભાર વ્યક્ત કરી પોતાની સંસ્થાને મળેલ માન સન્માન સંસ્થાના સભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમ પણ જણાવ્યું હતું.