Thursday, December 26, 2024
HomeGujaratMorbiમોરબીમાં ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં આરોપીને જામીન મુક્ત કરતી જીલ્લા અદાલત

મોરબીમાં ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં આરોપીને જામીન મુક્ત કરતી જીલ્લા અદાલત

વર્ષ ૨૦૧૮ માં મોરબી પંથકમાં હિન્દુ-મુસ્લિમ પક્ષકારો વચ્ચેનાં ખેતીની જમીનનાં વિવાદ માં થયેલ ત્રિપલ મર્ડર કેસનાં આરોપીને જામીન મુક્ત કરતી જીલ્લા અદાલત.

- Advertisement -
- Advertisement -

મોરબી ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં ફરિયાદીની વિગત મુજબ ફરિયાદી વસીમ મહેબુબભાઈ પઠાણપઠાણ રહે. મકરાણીવાસ, રામઘાટ પાસે, મોરબી વાળાએ મોરબી પો. સ્ટેશન માં આઈપીસી કલમ ૩૦૨,૧૪૩,૧૪૭,૧૪૯ તથા જી. પી. એક્ટ કલમ ૩૪ મુજબ ભરત ડાભી, જયંતી નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખભાઈ રામજીભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, સંજય નારણભાઈ ડાભીટ તમામ રહે. વજેપર વાડી વિસ્તાર, ગામ વજેપર, તા. જી. મોરબી વિરુદ્ધ તા. ૧૩/૦૮/૨૦૧૮નાં રોજ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદીનાં કથન મુજબ ફરિયાદીને તા. ૧૨/૦૮/૨૦૨૦નાં રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યે તેમનાં કાકા દિલાવરખાનનાં મોબાઇલ પર ફોન આવેલ અને તેમનાં કાકાએ ફરિયાદીને જણાવેલ કે, ‘તુ ઝડપથી આવ, મારા ઉપર શીવાભાઈ રામભાઈ તેનાં ભાઈઓ અને તેનાં છોકરાઓેએ હુમલો કરેલ છે. ‘ જેથી ફરીયાદી તાબડતોબ વજેપર સીમમાં આવેલ તેમનાં કાકાની વાડીએ પહોંચેલ અને જોયેલ કે તેનાં કાકા દિલાવરખાન, તેનાં પુત્રો અફજલ તથા મોમીન પર આરોપીઓ લાકડી, ધોકા,ટોમી,કુહાડી, છરી, તલવાર વગેરે જેવા જીવલેણ હથિયારોથી આડેધડ માર મારી રહ્યા હતા આ સમયે ફરિયાદીને જોઈ આરોપીઓ અમુક હથિયારો છોડી, અમુક હથિયાર સાથે ૬ મોટરસાઇકલ પર નાસી ગયા હતાં, ભોગ બનનાર ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ત્રણેય ભોગ બનનારને મૃત જાહેર કરવામાં આવેલ હતા જેમાં આ ગુનાના ફરીયાદમાં દર્શાવેલ ૧૨ આરોપીઓ પૈકી શીવાભાઈ રામજીભાઈ ડાભીએ મોરબી જીલ્લા અદાલત માં રેગ્યુલર જામીન અરજી કરેલ જેમાં અરજદાર તરફે રાજકોટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવેશ આર. બાંભવા તથા મોરબીના ધારાશાસ્ત્રી રવિ કે. કારીયાની લંબાણપૂર્વક ની દલીલ તથા ગુજરાત હાઈકોર્ટનાં ચુકાદાને ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટે અરજદાર મનસુખભાઈ રામજીભાઈ ડાભી ને જામીન આપવા યોગ્ય કેસ જણાતા અરજદારને રેગ્યુલર જામીન પર મુક્ત કરવા આદેશ આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!