મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તેમજ માંગણીઓને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે..
મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તેમજ માંગણીઓને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે..જિલ્લા વિકાસ અધિકારીએ 74 તલાટી કમ મંત્રીઓની બદલી નો હુકમ કર્યો છે. આ હુકમનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે. ખાલી પડેલ જગ્યાઓ તેમજ ગ્રૂપનો ચાર્જ નિમણુક પામેલ તલાટી કમ મંત્રી ઓને સોંપવાનો રહેશે. તેની ખરાઇ માટે તાલુકા વિકાસ અધિકારીને ધ્યાન દોરવાનું રહેશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.