મોરબી જીલ્લા શિક્ષણવિભાગ દ્વારા HSC અને SSC ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં મોરબી હળવદ વાંકાનેર ટંકારા માળિયા માં વિજ્ઞાન પ્રવાહ માં 08 સેન્ટર, HSC સામાન્ય પ્રવાહ 20 સેન્ટર અને SSC માં 47 સેન્ટરો મળી હતીકુલ સેન્ટરો 75 સેન્ટરો પર મળી કુલ 787 બ્લોકમાં પરીક્ષા યોજાનાર છે જેમાં SSC ધો.10 ના 12844,HSC ધો.12 સામાન્ય પ્રવાહના 6227 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1499 મળી કુલ 20570 વિદ્યાર્થીઓ આગામી તા.28 માર્ચ 2022 થી 12 એપ્રિલ 2022 સુધી પરીક્ષા આપશે આ માટે જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જ્યારે SSC અને HSC ની પરીક્ષા આપનાર પરિક્ષાર્થીઓને પોતાના બેઠક નમ્બર અને શાળા જોવા માટે સામાન્ય રીતે પરીક્ષા દિવસ ના પેહલાના આખા દિવસ નો સમય આપવામાં આવે છે પરંતુ આ વખતે બોર્ડ ની પરીક્ષા માં આગલા દિવસે એટલેકે રવિવારે વન સંરક્ષક ની પરીક્ષાઓ યોજાવાની હોય જેથી મોરબી જિલ્લા માં દરેક પરિક્ષાર્થી ને બેઠક નમ્બર અને શાળા જોવા માટે રવિવારે બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી માં એટલે કે માત્ર બે કલાક નો સમય મળી શકશે તો દરેક પરિક્ષાર્થીએ આ સૂચના પ્રમાણે ઉપરોક્ત સમયસર પહોંચી જવા જિલ્લા શિક્ષણાધિકારી ની યાદી માં જણાવાયું છે.