અત્યારના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ હોય કે પછી લગ્નની એનિવર્સરી, હોટલ અથવા તો મોટા પાર્ટી પ્લોટમાં જઈને તેની ઉજવણી કરતા હોય છે. પરંતુ મોરબીના કરશનભાઈ ડોડીયા દ્વારા તેમના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કરશનભાઈ ડોડીયાએ વૃક્ષારોપણ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી લોકોને સંદેશો આપ્યો છે.
આજે દિન પ્રતિદિન તાપમાન વધતું જાય છે, પર્યાવરણ પ્રદુષણ વધતું જાય છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વવાય એ જરૂરી છે, ત્યારે જેમને હળવદ તાલુકામાં વર્ષો સુધી સી.આર.સી. કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી સમગ્ર શિક્ષા અભિયાનના તમામ ધ્યેયો સિદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે અને હાલ જેઓ પાંડાતીરથ પ્રાથમિક શાળામાં આચાર્ય અને મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી છે એવા કરશન ડોડીયા દ્વારા તેમના જન્મ દિવસ નિમિત્તે પંદર જેટલા વૃક્ષો વાવી જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે કરશનભાઈને એમના મિત્ર વર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.