Friday, February 21, 2025
HomeGujaratમોરબી:બોર્ડની પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિએ મિટિંગ યોજી તૈયારીને આપ્યો આખરી ઓપ

મોરબી:બોર્ડની પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિએ મિટિંગ યોજી તૈયારીને આપ્યો આખરી ઓપ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. ૨૭/૦૨/૨૦૨૫ ના રોજથી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લામાં સુચારુ રૂપે પરીક્ષા યોજાય તે માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાથીની બોર્ડની પરીક્ષા આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ ના રોજથી યોજાશે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં કલેકટરે સમગ્ર પરિક્ષાની જરુરી તમામ પાસાઓનો રીવ્યુ કરી સમગ્ર જીલ્લામાં પારદર્શિતા સાથે વિદ્યાર્થીને યોગ્ય સાનુકૂળ વાતાવરણ મળી રહે અને ગેરરીતિ રહિત પરીક્ષા પૂર્ણ કરવા જરુરી સુચનો કર્યા હતા. એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળો પર પહોંચવા અસુવિધા ન થાય તે રીતે સમયસર બસોના રૂટ ચાલે જરુરી પરીક્ષા કેન્દ્રો પર નવા રૂટ ફાળવવા તેમજ વીજ વિભાગને વીજ પુરવઠો અવિરત રીતે મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. અધિક કલેક્ટર ખાચર દ્વારા પરીક્ષા સમય માટે જરુરી જાહેરનામા તથા તમામ કેન્દ્ર પર જીલ્લાના વર્ગ 1 અને 2 ના અઘિકારીઓની નિમણુંક કરી વહિવટી તંત્રની સીધી દેખરખ હેઠળ પરીક્ષાના આયોજનની વાત રજૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સમગ્ર પરીક્ષામાં જરૂરી તમામ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા વિશે વાત કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા તરફથી ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 86 બિલ્ડિંગમાં કુલ 22,844

વિધાર્થીઓ પરીક્ષા આપશે.

જે પરીક્ષા માટેની તમામ પુર્વ તૈયારી, પરીક્ષામાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમ આપી માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ ધોરણ ૧૦ના ઝોનલ તરીકે એસ જે મેરજા અને ધો ૧૨ના ઝોનલ તરીકે બી એલ ભાલોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જે જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગની વ્યવસ્થા વર્ગ ૨ પ્રવિણ અંબારીયા અને ભદ્રસિંહ વાઘેલાએ ખૂબ સુંદર રીતે સંભાળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!