Saturday, February 14, 2026
HomeGujaratમોરબી:ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક:22,870 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

મોરબી:ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક:22,870 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

મોરબી ખાતે આવનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાને લઈને જિલ્લા પરીક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં પરીક્ષાનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોઢાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 17 પરીક્ષા કેન્દ્ર, 85 બિલ્ડિંગ અને 803 બ્લોકમાં કુલ 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી સહિત જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું ઝોનલ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. જિલ્લા કલેક્ટરે પાડા પુલના રિપેરિંગને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ વહેલા નીકળે તે અંગે સૂચના આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષભાઈ પટેલે ટ્રાફિક સંબંધિત સહાય માટે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી અને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. ઉપરાંત એસ.ટી. તંત્ર દ્વારા બસ વ્યવસ્થા અને વીજ વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. પરીક્ષાનું આયોજન વ્યવસ્થિત રીતે પાર પાડવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!