મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી-૨૦૨૧ આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે.
જાહેરનામા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરી શકાશે નહીં તેમજ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇને જઇ શકશે નહીં. મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે વાહનો લઇને જઇ શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ આગામી તા.૧૯/૧૨/૨૦૨૧ રોજ રહેશે.
ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોપવામાં આવેલ છે. તે તમામ તથા ફરજ પરના પોલીસ /એસઆરપી /હોમગાર્ડ /પેરામીલેટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવેલ છે. કોઇ પણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.