મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૭ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણીમાં અંદાજિત ૭૯.૩૪ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ૧૩ ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં અંદાજિત ૬૩.૧૧ ટકા મતદાન નોંધાયું છે.જે મતદાન પૂર્ણ થતાં મતપેટીઓ ને તાલુકા રિસીવિંગ સેન્ટર ખાતે મોકલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ૪૦ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યપદના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયું છે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મતદાનના આંકડા ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાની ૨૭ ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણીમાં ૭૯.૩૪% મતદાન નોંધાયું છે. ૪૫૦૦૬ માંથી કુલ ૩૫૭૦૫ મતદારો મતદાન કર્યું છે. જિલ્લામાં ૧૩ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં કુલ ૬૩.૧૧ % મતદાન નોંધાયું છે. કુલ ૧૭૨૫૭ મતદારોમાંથી ૧૦૮૯૧ મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. મતપેટીઓને તાલુકાના રીસીવીંગ સેન્ટર ખાતે મોકલવાની પ્રકિયા શરૂ કરવામાં આવી છે.