Sunday, January 19, 2025
HomeGujaratમોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી:બેઠકમાં નવો કોઈ પ્રશ્ન રજૂ...

મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી:બેઠકમાં નવો કોઈ પ્રશ્ન રજૂ ન થયો!કલેક્ટરે ઐતિહાસિક આદેશો આપ્યા

સવારે ૧૦ થી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી અધિકારીઓએ અરજદારોના ફોન ઉપાડીને જવાબ આપવો પડશે:કામ બગાડનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નવો કોઈ પ્રશ્ન રજુ કરવામાં આવ્યો ન હતો. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર દબાણ દૂર કરાવવા, વાંકાનેરમાં બ્રિજ બનાવવા, વિવિધ ગામમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા, જમીન માપણી, પીવાના પાણીની સમાન વહેંચણી, ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળે તેવી વ્યવસ્થા કરવી, કેનાલ અને રોડની બંને બાજુ ફેનસીંગ કરાવવું, રેતી અને માટીકામ કરાવવું, નાઈટ પેટ્રોલિંગ વધારવું, નવા બાગ-બગીચા બનાવવા સહિત વગેરે પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૭:૩૦ કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અરજદારોના ફોન ઉપાડવાના રહેશે. તાજેતરમાં ૦૬ અલગ અલગ ફેઝમાં જિલ્લાના વિવિધ અધિકારીઓએ વિવિધ ગામડાઓની મુલાકાત લીધી છે. જેમાં વિવિધ પ્રશ્નો જેવા કે સ્ટાફની હાજરી, કર્મચારીઓની સમય નિયમિતત્તા, અનાજ અને દવાનો જથ્થો, મધ્યાહન ભોજન કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો પર નાસ્તા અને ભોજનની ગુણવતા, પેંશન, વિવિધ યોજનાના ફોર્મ, સહાયની મંજૂરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ નજીકના ભવિષ્યમાં સમગ્ર જિલ્લામાંમાં કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ કલ્યાણલક્ષી વિવિધ સહાયોનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ભિક્ષુકવૃતિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવશે.

બેઠકના અંતે જિલ્લા કલેક્ટરએ ખાસ સૂચના આપી હતી કે, જે-જે એજન્સી અને કોન્ટ્રાકટરો જનતાનું કામ બગાડી રહ્યા છે અને ગેરરીતિ આચરી છે તે તમામને આગામી માસ સુધીમાં બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. લોકોના કામ સંબંધિત કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય, વાહન વ્યવહાર, ડીએલઆર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, મોરબી મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીગણ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીગણ તેમજ સંબંધિત અન્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!