Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ગત બે વર્ષની તુલનાએ ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

મોરબી જિલ્લામાં ગત બે વર્ષની તુલનાએ ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ જિલ્લામાં એકંદરે શાંતી જળવાય રહે તેવાં હેતુથી રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કડકમાં કડક કામગીરી કરી ગુન્હાખોરી અટકાવવા પ્રયત્નો કરવામાં આવી રહી છે. જેમાં તેઓને મહદ અંશે સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે પાંચમા મહિનામાં ગત બે વર્ષની તુલનાએ ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવેલ માહિતી અનુસાર, ચાલુ વર્ષે પાંચમા મહિના સુધીમાં કુલ ૫૫૩૬ ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. જે આંકડો ૨૦૨૨ માં ૧૮,૨૮૪ જયારે ૨૦૨૧ માં ૧૪,૯૪૫ હતો. જેમાં ચાલુ વર્ષે કરવામાં આવેલ કામગીરીની વાત કરવામાં આવે તો કલમ સી.આર.પી.સી. ૧૦૭ મુજબ ૨૯૫૮, સી.આર.પી.સી. ૧૦૯ અંતર્ગત ૭૮૨, સી.આર.પી.સી. ૧૧૦ અંતર્ગત ૭૬૫, જી.પી.એકટ પ૬ અંતર્ગત ૨૪, જી.પી.એકટ પ૭ અંતર્ગત ૦૬, જી.પી.એકટ ૧રર અંતર્ગત ૧૧૭, જી.પી.એકટ ૧ર૪ અંતર્ગત ૧૪, પ્રોહી. ૯૩ અંતર્ગત ૮૨૯ તથા પાસા તળે ૪૧ આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પાંચમા મહિના સુધીમાં ખુનનાં કુલ ૧૧ ગુન્હાઓ નોંધાયા હતા. જયારે વર્ષ ૨૦૨૨ માં ૨૦ તો ૨૦૨૧ માં ૩૯ ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. તેમજ હત્યાના પ્રયાસના ચાલુ વર્ષે ૮ જયારે ગત વર્ષે ૧૩ અને વર્ષ ૨૦૨૧ માં ૯ ગુન્હાઓ નોંધાયા હતા. જયારે ઘાડ અને લુંટના ચાલુ વર્ષે એક પણ ગુન્હો નોંધાયા નથી. જો કે ગત વર્ષે ધાડના ૨ અને લુંટના ૧ તેમજ ૨૦૨૧ માં ધાડમાં ૧ અને લુંટના ૧૨ ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. જયારે વાત કરવામાં આવે તો ધરફોડ ચોરીઓના ગત વર્ષ ૨૦૨૧ માં ૫૦, વર્ષ ૨૦૨૨ માં ૪૨ જયારે ચાલુ વર્ષે અત્યારસુધીમાં ૧૨ ગુન્હાઓ નોંધાયા છે. તેમજ ચોરીઓના ચાલુ વર્ષે ૭૨, ગત વર્ષે ૧૨૬ અને વર્ષ ૨૦૨૧ માં ૯૦ ગુન્હાઓ નોંધાયા છે. જયારે રાયોટીંગના ચાલુ વર્ષે ૪, ગત વર્ષે ૧૩ અને વર્ષ ૨૦૨૧ માં ૭ ગુન્હાઓ નોંધાયા હતા. તેમજ ઇજાના ગત વર્ષ ૨૦૨૧ માં ૧૩૯, વર્ષ ૨૦૨૨માં ૧૩૪ અને ચાલુ વર્ષે ૫૪ ગુન્હાઓ નોંધાયા હતા. અપહરણનાં ચાલુ વર્ષે ૧૯, ૨૦૨૨ માં ૨૨ અને વર્ષ ૨૦૨૧ માં ૪૮ ગુન્હાઓ નોંધાયા હતા. જયારે વાહન અકસ્માતના ચાલુ વર્ષે ૧૭૫, ૨૦૨૨ માં ૩૧૬ અને વર્ષ ૨૦૨૧ માં ૩૧૫ ગુન્હાઓ નોંધાયા હતા. તેમજ પરચુરણ ગુન્હાઓની વાત કરવામાં આવે તો ગત વર્ષ ૨૦૨૧ માં ૧૧૫, વર્ષ ૨૦૨૨માં ૧૪૨ અને ચાલુ વર્ષે ૧૫૧ ગુન્હાઓ નોંધાયા હતા. જયારે ભાગ ૧ થી ૫ના ગુન્હો વિષે મળતી માહિતી અનુસાર, ચાલુ વર્ષે ૩૮૨, ૨૦૨૨ માં ૮૩૧ અને વર્ષ ૨૦૨૧ માં ૮૨૫ ગુન્હાઓ નોંધાયા હતા. તેમજ પ્રોહીબીશનના ચાલુ વર્ષે ૨૫૩૮, ૨૦૨૨ માં ૫૮૭૯ અને વર્ષ ૨૦૨૧ માં ૪૮૯૨ ગુન્હાઓ જયારે જુગારધારાનાં ગત વર્ષ ૨૦૨૧ માં ૩૯૪, વર્ષ ૨૦૨૨માં ૪૩૪ અને ચાલુ વર્ષે ૧૫૨ ગુન્હાઓ નોંધાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!