Wednesday, June 4, 2025
HomeGujaratમોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત ૪૩૦૪ લોકોને વ્યસન મુકિત માટે જાગૃત કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જાહેર જનતાને વ્યસન મુક્ત રહી જીવન જીવવા અપીલ કરી છે.

- Advertisement -
- Advertisement -

     

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. WHO ની વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૫ની થીમ “અપીલનો પર્દાફાશ એટલે કે તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ” અંતર્ગત મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારાજિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારી અને કર્મચારીઓને તમાકુના વ્યસનની જાગૃતિ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

   

જેમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રેઝેન્ટેશન વડે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વર્કશોપના અંતે દરેક અધિકારીઓ અને કર્મચારીઓએ વ્યસનમુક્તિનાં શપથ લીધા હતા. તે ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં કોટપા-૨૦૦૩ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજી કુલ ૨૬ કેસ કરી રૂ. ૫૨૦૦/- નો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/શહેરી આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર કક્ષાએ કુલ ૪૩૦૪ લોકોને વ્યસનમુકિત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

૧૦૦૩ લોકોને ફોક્સ ગ્રુપ ડીસ્કશન દ્વારા તમાકુના વ્યસન અંગેનું માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. આમ વિવિધ પ્રકારે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરીને મોરબી જીલ્લાની જાહેર જનતાને તમાકુ મુક્ત/વ્યસન મુક્ત બનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જાહેર જનતાને વ્યસનમુક્ત રહીને સ્વસ્થ જીવન જીવવા માટે અનુરોધ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!