મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આઠ આરોગ્ય કેન્દ્રમાં બાયોકેમેસ્ટ્રી એનિલાયઝર મશીન ની જરૂરિયાત ને પગલે અંદાજીત રૂપિયા ૨૦ લાખની રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ઓનલાઇન પ્રક્રિયામાં આઠ મશીન માટેનું ટેન્ડર ફેઝ સર્જીકલ નામની એજન્સીનું પાસ થયુ હતું.
જેમાં આ એજન્સી દ્વારા જરૂરિયાત મુજબ આઠ જગ્યાએ મશીન ની ડીલીવરી પણ આપી દેવામાં આવી હતી પરંતુ આઠ મશીન પૈકી ત્રણ મશીન મા ગોલમાલ હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ હતુ અને તાત્કાલિક એકશન લઈને આ મશીન ની તપાસ કરવા માટે નિષ્ણાત ને બોલાવવામાં આવ્યા હતા જેની તપાસ માં વાંકાનેર મેસરિયા,કોઠી તેમજ ટંકારા તાલુકાના સાવડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માં આપવામાં આવેલ keri merililyzer cliniquant કંપની ના મશીન આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબના ન હોવાનું અને ખાનગી એજન્સી દ્વારા આરોગ્ય વિભાગને ટેન્ડરમાં જણાવ્યા મુજબના મશીન ન મોકલ્યા અને ઓછી કેપિસિટી વાળા અને ઓછી કિંમતના મશીન મોકલી આપી છેતરપીંડી આચર્યાનું ખુલ્યું હતુ જેથી હાલમાં આ એજન્સીને પૈસાની ચુકવણી અટકાવી દેવામાં આવી છે અને હાલમાં હજુ તપાસ ચાલુ છે અને આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા દ્વારા જણાવાયુ હતું.
અત્રે નોંધનીય છે કે આ ખાનગી એજન્સી દવારા ટેન્ડર માં જણાવ્યા કરતા ઓછી કેપિસિટી ના મશીન મોકલીને છેતરપીંડી આચરવામાં આવી છે જેથી આ એજન્સી દ્વારા કેટલી ભૂતકાળમાં ટેન્ડર ભરીને જ્યાં જ્યાં મશીન મોકલવામાં આવ્યા છે તે તમામ મશીનની તપાસ કરવી જરૂરી બન્યું છે.