Tuesday, March 11, 2025
HomeGujaratમોરબી જીલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જીલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જીલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને મોરબી જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

આ બેઠકમાં આયોજન હેઠળના કામોની સમિક્ષા કરી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા વિકસિત ભારત અન્વયે આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજના હેઠળના લાભોના વિતરણનું નિદર્શન કરી સ્વચચ્છતા હી સેવા અન્વયે તીર્થ સ્થળ/ધાર્મિક સ્થળની સફાઈ બાબતે સમિક્ષા કરી હતી. ઉપરાંત મોરબી જીલ્લાના તમામ તાલુકાને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે સુચનો કર્યા હતા તેમજ ટીબીના કેસને ધ્યાનમાં લઈને તેનું ૧૦૦% નિરાકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રજીસ્ટ્રેશન, જમીન સંપાદન, સી.એમ.ડેશબોર્ડ, મહેકમ, કેનાલ સફાઈ, સંકલન સમિતીના પ્રશ્નો, જીલ્લાની તમામ સગર્ભા અને આંગણવાડીને ન્યુટ્રીશનનો પુરતો લાભ મળી રહે છે કે કેમ વગેરે વિષયોની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે વગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!