પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાનનો મુખ્ય હેતુ બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સાંકળી લઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી તથા વિવિધ વિસ્તારોના નાગરિકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો છે. જે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમના મોરબી જીલ્લાના ઈન્ચાર્જ- સહ ઈન્ચાર્જની આજરોજ નિમણુંક કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ માટે મોરબી જીલ્લાના ઈન્ચાર્જ તરીકે સીનીયર આગેવાન જીજ્ઞેશભાઈ કૈલાની નિમણુંક કરાઈ છે. તેમજ સહ ઈન્ચાર્જ તરીકે મોરબી જીલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાની વરણી કરાઈ છે.