મોરબી વીસીપરા વિસ્તારમાં કૈલાશ ધામ આવેલ છે. જ્યાં મધ્યે રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના વર્ષો જુના પાળીયાઓ આવેલ છે. જેમાંથી ઘણા પાળિયા તેમજ મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે. તેમજ રાજાશાહી વખતની મૂર્તિઓની વર્ષોથી સાફસફાઈ ન થતા દયનિય હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે મોરબી જિલ્લા કરણી સેનાએ રૂબરૂ મુલાકાત લઇ નગર પાલિકાને સફાઈ કરાવવા માટે રજુઆત કરી છે.
મોરબી વીસીપરા વિસ્તારમાં કૈલાશ ધામ આવેલ છે. જ્યાં મધ્યે રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના વર્ષો જુના પાળીયાઓ આવેલ છે. જેમાંથી ઘણા પાળિયા તેમજ મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે. તેમજ રાજાશાહી વખતની મૂર્તિઓની વર્ષોથી સાફસફાઈ ન થતા દયનિય હાલતમાં છે. તેની જાણ રાજપૂત કરણીસેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાને થતા આજરોજ મોરબી કરણી સેના જિલ્લા ટીમના હોદેદારોએ મોરબી કૈલાશ ધામ ખાતે પહોંચીને જગ્યાની મુલાકત કરી હતી. તેમજ મોરબી કરણી સેના ટીમ દ્વારા મોરબી નગરપાલિકા ઓફિસરને જાણ કરી હતી. અને નગર પાલિકામાં સાફ સફાઈ માટે રજુઆત કરી હતી. નગરપાલિકા દ્વારા પણ કરણીસેનાના વિચારને બિરદાવામાં આવ્યો હતો અને નગરપાલિકા દ્વારા આવનારા ચારથી પાંચ દિવસ દરમ્યાન સાફસફાઈ નગર પાલિકા દ્વારા કરાવડાવી આપવામાં આવશે તેમ વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. સાથો સાથ કરણી સેના ટીમ દ્વારા વીસીપરામાં આવેલ કેશવાનદ બાપુના આશ્રમની પણ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કેશવાનંદ બાપુના શિષ્ય શ્રી કની માતાજીના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.