Friday, December 27, 2024
HomeGujaratમોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ ઓથોરિટી દ્વારા નવયુગ સંકુલ ખાતે વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ...

મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ ઓથોરિટી દ્વારા નવયુગ સંકુલ ખાતે વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી વિશ્વ ન્યાય દિવસની ઉજવણી કરાઈ

17 જુલાઈને “વિશ્વ ન્યાય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરે છે. ત્યારે મોરબીમાં ધો.8 થી 12 ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે સેલ્ફડિફેન્સને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

નવયુગ સંકુલ–વિ૨૫૨(મો૨બી)ના જણાવ્યા અનુસાર, નવયુગ સંકુલ–વિ૨૫૨(મો૨બી)માં લીગલ સેક્રેટરી ડિસ્ટ્રીકટ લિગલ ઓથો૨ીટી–મો૨બીના જજ ગઢવી સાહેબ દ્વા૨ા વિશ્વન્યાય દિવસ નિમિત્તે ધો.8 થી 12 ની વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણ કેવી રીતે ક૨વું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમની સાથે પધારેલ કાનુની માર્ગદર્શક—મો૨બીનાં પી.એમ.વી. સુરેશભાઈ રાયકા તથા જુનીય૨ એડવોકેટ નિશીતભાઈ પી. ધેટીયાએ આત્મરક્ષ માટેની વિશેષ સમજ આપેલ હતી. આ તકે ડાયનેમીક ક૨ાટેના મનીષભાઈ અગ્રાવત દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મ૨ક્ષણ અનુસંધાને પ્રેકટીકલ નોલેજ પુરું પાડ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડેલ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બી.એસ. સ૨સાવાડીયા તેમજ પ્રિન્સિપાલ વાય.કે.રાવલ, વી. એન. વ૨મો૨ાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!