Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે થશે:કલેકટર...

મોરબી જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે થશે:કલેકટર કચેરીએ યોજાઇ બેઠક

આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવશે.જે રાષ્ટ્રિય પર્વને લઇને મોરબી કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

- Advertisement -
- Advertisement -

પ્રજાસત્તાક મહાપર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ગરીમાભેર થાય તેવું આયોજન કરવા માટે કલેકટરની અધ્યક્ષતામા બેઠક યોજાઈ હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ, પોલીસ પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના વ્યક્તિઓનું સન્માન, સરકારી ઈમારતો પર રોશની અને શણગાર, વૃક્ષારોપણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી હતી. જે બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા સહિત સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!