Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી: ખોખરા હનુમાન મંદિર (રંગપર-બેલા) ખાતે ૭૨માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં...

મોરબી: ખોખરા હનુમાન મંદિર (રંગપર-બેલા) ખાતે ૭૨માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી

આજે તા.૧૪/૦૮/૨૦૨૧ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર, મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ઇ.સ. ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ ઉજવણીની જાહેરાત કરી હતી. તેમજ જયારે કેન્દ્ર સરકારમાં પર્યાવરણ ખાતુ નવુ શરૂ કરવામાં આવ્યું ત્યારે તેને પ્રથમ મંત્રી તરીકે વાંકાનેર રાજવી પરીવારના દિગવિજયસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ હલાવી નાખી ત્યારે આપણે બધાને વૃક્ષોનું મહત્વ સમજાયું હશે. ગુજરાત ગ્રીન બને અને રણીયામણું બને એ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

આ તકે સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતુ કે, કલાયમેન્ટ ચેન્જ થવાનું મુખ્ય કારણ વૃક્ષોની જાળવણી ઓછી થવાથી થાય છે. વૃક્ષોમાં જીવ છે તે વાત સંપૂર્ણ સત્ય છે. પહેલો વનમહોત્સવ અંબાજી ખાતે ઉજવામાં આવ્યો હતો. રાજય સરકાર પ્રયત્ન તો કરે જ છે પણ આપણે પણ આપણા ઘરના ફળીયામાં ખેતરમાં વૃક્ષો વાવવા જોઇએ. મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું હતુ કે, ભારતીયઓની સંસ્કૃતિ છે કે છોડમાં રણછોડ વસે છે. માનવીએ કુદરતી સંપતિનું રક્ષણ અને જતન કરવું જોઇએ. આપણા ભારતીય વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝે કહ્યું હતું કે વનસ્પતિમાં પણ જીવ છે. આપણે માનવીના અસ્તિત્વ સાથે વૃક્ષોના અસ્તિત્વની પણ જાળવણી કરવી જોઇએ.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતુ કે, આપણે કોરોનાને જોયેલો અને અનુભવેલો છે તેથી આપણને વૃક્ષોના મહત્વ વિશે વધારે જાણકારી હશે. રામપરા વન ખાતે સિંહોના જિનેટીંક સંશોધન પણ કરવામાં આવે છે. આ તકે પરમ પૂજય કનકેશ્વરીદેવીએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે આપણુ શરીર પાંચ તત્વોનું બનેલુ છે તેથી આપણે દરેકે પાંચ વૃક્ષો વાવા જોઇએ.વૃક્ષો વગર અસ્તિત્વ શકય નથી. જીવશૃષ્ટીના અસ્તિત્વ સાથે વૃક્ષોનું પણ અસ્તિત્વ જોડાયેલું છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન અને કાર્યક્રમના અંતે આભારવિધિ હળવદ આર.એફ.ઓ. પી.જે. જાડેજાએ કરી હતી.

આ કાર્યક્રમમાં રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ મોહન કુંડારીયા, મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણીઓ જયોતિસિંહ જાડેજા, કેશરીસિંહજી, અજય લોરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!