ભારતના ૭૬ મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે જીલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ જિલ્લા કલેકટર કિરણ બી.ઝવેરીની ઉપસ્થિતિમાં તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૦૮:૪૫ વાગ્યે વાંકાનેરના તાલુકા પંચાયત કચેરીની બાજુમાં નેશનલ હાઇવે શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાશે.
ભારતના ૭૬ મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે જીલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૦૮:૪૫ વાગ્યે વાંકાનેરના તાલુકા પંચાયત કચેરીની બાજુમાં નેશનલ હાઇવે શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી કિરણ બી. ઝવેરી (I.A.S.) ઉપસ્થિત રહેશે. જેમાં સવારે ૮-૫૮ વાગ્યે કલેકટરનું ધ્વજવંદન સ્થળે આગમન થશે. સવારે ૯-૦૦ થી ૯-૦૨ કલેકટરના વરદ્ હસ્તે દવજવંદન કાર્યક્રમ યોજાશે. ૯-૦૨ થી ૯-૦૩ હર્ષ ધ્વનિ (VOLLEY FIRING), ૯-૦૩ થી ૯-૧૨ વાગ્યા સુધી કલેકટર પરેડનું નિરીક્ષણ કરશે, ૯-૧૨ થી ૯-૨૨ કલેકટર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધ, ૯-૨૨ થી ૯-૫૨ સાંસ્કૃતિક કાર્યક્રમ, ૯-૫૨ થી ૧૦-૦૨ સુધી વ્યકિત વિશેષનું સન્માન કરવામાં આવશે. ૧૦-૦૨ થી ૧૦-૦૪ રાષ્ટ્રગાન વગાડવામાં આવશે અને ૧૦-૦૪ થી ૧૦-૧૦ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે.જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.