મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટીની બેઠક યોજાઈ હતી. જેમાં આવનાર સમયમાં પાર્ટી દ્વારા કરવામાં આવનાર કામગીરીની રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ સર્વાનુમતે મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટીના જિલ્લા મહામંત્રીની વરણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટી રામ વિલાસ, પાર્ટીના મોરબી જિલ્લા અધ્યક્ષ મલય દફતરી, ઉપાધ્યક્ષ સંજય શેઠ તેમજ સચિવ પિયુષભાઈ ભીંડા અને પાર્ટીના સલાહકાર બોર્ડના વિનોદભાઈ લાલજીભાઈ પલણ, મહેશભાઈ જયંતીભાઈ પીઠડીયા તેમજ કાઉન્સિલ સભ્યો હિરેનભાઈ,ભરતભાઈ અને યુવા આર્મી રુદ્રરાય દફતરી તેમજ વરીષ્ઠ કાર્યકર્તા અને હોદેદારોની હાજરીમાં ગત તા. ૧૬.૧૨.૨૦૨૫ ને મંગળવારના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીની આગળની ગતિવિધિ અને હોદેદારોની નિમણુક બાબતની ચર્ચા કરવામાં આવી હતી. અને સર્વાનુમતે મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટી (R) ના જિલ્લા મહામંત્રી તરીકે મનોજસિંહભાઈ લખધીરસિંહભાઈ જાડેજાની વરણી કરવામાં આવી હતી. તેમજ સલાહકાર બોર્ડમાં સતુભા રમુભા ઝાલા નિયુકત કરવામાં આવ્યા હતા. મનોજસિંહ દ્વારા મોરબી જિલ્લામાં પાર્ટીના કાર્યોને આગળ વધારવા માટેના જરૂરી સુચનો સાથે જિલ્લા સચિવ પિયુષભાઈ દ્વારા લોક સંપર્કની વિવિધ યોજનાઓની વાત કરાઈ હતી. તેમજ ઉપાધ્યક્ષ સંજયભાઈ દ્વારા પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં હવે શું હોય શકે તેની જાણ કરવામાં આવી હતી. અને મોરબી શહેરમાં એક સ્વાગત સાથે જન જાગરણ યાત્રાનું પણ નજીકના દિવસોમાં આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી હતી.









