મોરબી શહેરમાં વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. જે જોતા પોલીસ અધિક્ષક દ્વારા ભારે વાહનોને શહેરમાં પ્રવેશ બંધી કરવી જોઈએ તેવો પત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને લખવામાં આવ્યો હતો. જે પત્ર અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઇ લિલ્લાપર ચોકડી સુધી તથા ભક્તિનગર થી ઉમિયા સર્કલ સુધી એક મહિના સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે….
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોય જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે પોલીસ અધિક્ષક દ્વારા શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધ માટે પત્ર લખવામાં આવ્યો હતો. જે પત્ર અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઇ લિલ્લાપર ચોકડી સુધી તથા ભક્તિનગર થી ઉમિયા સર્કલ સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ રોડ રસ્તા પર 01/10/2023 થી 31/10/2023 સુધી સવારના 08:00 વાગ્યા થી રાત્રીના 12:00 વાગ્યા સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડ્યું છે.. તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના વાહનો,સરકારી વાહનો,ફાયર ફાઈટર,સ્કૂલ-કોલેજના વાહનો, ઇમર્જન્સી વાહનો,આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા વાહનો, તેમજ મજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ અમલમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંધન કરવામાં આવશે તો તેના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.