Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા મહાસંઘે સાંસદ મોહનભાઇ કુંડારિયાને આવેદન પાઠવી ઓપીએસ લાગુ કરવા કરી...

મોરબી જિલ્લા મહાસંઘે સાંસદ મોહનભાઇ કુંડારિયાને આવેદન પાઠવી ઓપીએસ લાગુ કરવા કરી માંગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતમાં ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે. જેને લઇને આંદોલન ચાલી રહ્યું છે. જેના સંદર્ભે ગત વર્ષ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ ન થતાં શિક્ષકોમાં રોષની લાગણી દેખાઈ રહી છે. જેને લઇને આજરોજ મોરબી જિલ્લા મહાસંઘે સાંસદ મોહનભાઇ કુંડારિયાને આવેદન પાઠવી ઓપીએસ લાગુ કરવા તેમજ પ્રશ્નોના નિકાલ કરવા માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા મહાસંઘે વધુમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જુના શિક્ષકની ભરતી અન્વયે તમામ પ્રકારની બદલીનો લાભ આપવો તથા તેના માટે સમિતિની રચના કરવી તથા અન્ય પડતર પ્રશ્નો એન.પી.એસ.વાળા કર્મચારીઓને નિવૃતિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપ
જ્ઞાન સહાયક ભરતીને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવી ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મંજૂર મહેકમની વિષય શિક્ષક પી.ટી.શિક્ષક,લૅબ ટીચર, ગ્રંથપાલ, ચિત્ર શિક્ષક , ઉદ્યોગ શિક્ષક ૩૩૦૦૦ થી વધુ જગ્યા ઉપર કાયમી શિક્ષકોની તથા આચાર્યોની સત્વરે ૧૦૦% ભરતી કરવી, પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને માતૃત્વ રજાનો લાભ આપવો, ૨૨/૦૪/૨૦૨૨ના નાણાં વિભાગના માતૃત્વ રજા બાબતે કરેલ ઠરાવમાં સુધારો કરી ૧૯૯૭ થી અત્યાર સુધી અને હવે પછી ફિક્સ પગારમાં જોડાનાર તમામ બહેનોને નિમણૂંક તારીખથી નિયમ મુજબ માતૃત્વ રજાનો લાભ આપવા અને રજાઓની કપાત પગારની રજાઓમાં સામેલ ના કરતા નિમણૂંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, મહાનગરપાલિકામાં જિલ્લાફેરથી આવેલા શિક્ષકોને પેંશન મૂળ જિલ્લા અને મહાનગરપાલિકા બંને કક્ષાએ મંજુર કરાવવાનું થાય છે. પેંશન બે જગ્યાએ નિયમ મુજબ વહેંચાઈને મળતું હોય છે. તે નિયમમાં સુધારો કરી માત્ર નિવૃત્તિ સમયની ફરજ પરના જિલ્લા કે મહાનગર માં પેંશન મળે તેમ કરવું.
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને ૪૨૦૦ નો ગ્રેડ પેનો લાભ આપવામાં આવે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવામાં આવે. HTAT મુખ્ય શિક્ષકોના બદલી નિયમો માટેની કમિટીમાં સંગઠનનો અભિપ્રાય લઈ ફાઈનલ નિયમોની સંગઠન સાથે ચર્ચા કરી સત્વરે દિવાળી વેકેશન પહેલા HTAT ના બદલી કેમ્પનું આયોજન થાય તે રીતે ઝડપથી બદલી નિયમો તૈયાર કરવામાં આવે.
સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે જેમને પણ નિયુક્તિ કરવામાં આવે છે, તેઓને આચાર્યનું એલાઉન્સ આપવામાં આવે તથા વેકેશનમાં સંસ્થામાં રહી કરેલ કામગીરી બદલ મળવા પાત્ર પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવામાં આવે વગેરે પ્રશ્નોની દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિગતવાર રજુઆત કરાઇ હતી તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયાને ભારત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન લાગુ કરવા ભલામણ પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!