પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે વિચાર ચર્ચા વિચારણા બાદ મોરબી જીલ્લાના દરેક મંડલના પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં મોરબી શહેર પ્રભારી તરીકે ઘનશ્યામભાઈ ગોહીલ, રજનીભાઈ સંઘાણી, તાલુકાના પ્રભારી તરીકે હરેશભાઈ ઘોડાસરા, ભવાનભાઈ ભાગીયા, વાંકાનેર શહેરમાં નિકુંજભાઈ કોટક, પ્રભૂભાઈ પનારા, વાંકાનેર તાલુકા પ્રભારી તરીકે ચંદુભાઈ સિહોરા, નિર્મલભાઈ જારીયાની નિમણુંક કરાઈ છે. વધુમાં હળવદ શહેરમાં હસુભાઈ પંડયા, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, હળવદ તાલુકામાં કે.એસ.અમૃતિયા, ભરતભાઈ ઠાકરાણી, માળીયા શહેર જયોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ તેમજ માળીયા તાલુકમાં સુભાષભાઈ પટેલ, ગોરધનભાઈ સરવૈયા, અને ટંકારા તાલુકામાં નરેન્દ્રસિંહ ઝાલા તથા રવિભાઈ શનાવડા સાહિતનાઓની નિમણુંક કરાઈ છે.