મોરબી જીલ્લામાં ખનીજ ચોરીને નિયંત્રણમાં લાવવા માટે ભુસ્તરશાસ્ત્રી દ્વારા કચેરીની અલગ અલગ ટીમો બનાવી તા.૧૭/૧૦/૨૦૨૪ના રોજ રાત્રી દરમ્યાન મોરબી જીલ્લામાાં આકસ્મીક રોડ ચેકીંગ દરમિયાન કુલ-૦૬
ડમ્પર/ટ્રક ગેરકાયદેસર ખનીજ પરીવહન કરવા સબબ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જિલ્લામાં ખનિજ ચોરીને નિયંત્રણમાં લાવવા માટે અલગ અલગ ટીમો બનાવી તા. 17/10/2024 ના રોજ આકસ્મિક રોડ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે રોડ ચેકીંગ દરમિયાન કુલ 6 ટ્રક/ડમ્પર જેમાં GJ-36-V-4872 કિશનભાઈ પટેલ – સાદીરેતી મોરબી,
GJ-10-TY-9720 જયેન્દ્રસિંહ ઝાલા – ચાઇનાકલે મોરબી, GJ-36-V-8317 ગોપાલભાઈ આલ લાલમાટી મોરબી, GJ-10-TY-3912 વિરેન્દ્રસિંહ જાડેજા સાદીરેતી મોરબી, GJ-10-TY-8622 પીન્ટુભાઈ સાદીરેતી ટાંકારા
અને GJ-10-TY-9850 રેવતુભાઈ જાડેજા સાદીરેતી મોરબી વાળાના વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લાગત પોલીસ સ્ટેશન ખાતે મૂકવામા આવ્યા છે.