સમગ્ર વિશ્વમાં 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેની પાછળનો ધ્યેય સમાજમાં સ્ત્રી પુરુષને સમાન અધિકાર આપવા અને સમાજમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસની અનેક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગઈકાલે મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા નેતા અજયભાઈ લોરિયા દ્વારા જિલ્લાની 160 આંગણવાડીને ‘બાળઉછેર બે હાથમાં’ નામની પુસ્તકની ભેટ આપી ઉજવણી કરાઈ હતી. આ તકે મહિલાઓની આર્થિક, રાજકીય અને સામાજિક સિદ્ધિઓને આવકારી અજયભાઈએ પુસ્તકની ભેટ આપી શ્રેષ્ઠ સમાજ ઘડતરમાં મહિલા વધુને વધુ યોગદાન આપે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.