Sunday, January 19, 2025
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનની મહેનત રંગ લાવી: જસમતગઢ ગ્રામ પંચાયત...

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનની મહેનત રંગ લાવી: જસમતગઢ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર

મોરબી જિલ્લાની જેતપર જિલ્લા પંચાયતની સીટ હેઠળ આવતું વધુ એક ગામ સમરસ જાહેર થયું છે.
જસમતગઢ ગ્રામ પંચાયતમાં બિનહરીફ જાહેર થતા જેતપર સીટ હેઠળની 23 માંથી 15 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાની મહેનત રંગ લાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં આગામી 19 તારીખે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ થાય અને ગ્રામ જનોમાં એખલાસ જળવાઈ રહે તે માટે આગેવાનો સતત કાર્યશીલ છે.જેમાં મોરબીના વિકાસને પંથે લઇ જવાની ખેવના રાખતા યુવા આગેવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પોતાના મત વિસ્તાર જેતપર જિલ્લા પંચાયત સીટ હેઠળના 23 ગામોમાં જે ગામ સમરસ થાય તેને એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાતની વધાવી જસમતગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ સહીતનાઓની બિન હરીફ વરણી કરાઈ છે.મોરબી તાલુકાની કુલ 22 ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને જેતપર જિલ્લા પંચાયતની 23 માંથી 15 ગ્રામ પંચાયત સમરસ થતા અજયભાઈ લોરીયાના પ્રયાસોને ગ્રામજનોએ મુક્ત મને બિરદાવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!