મોરબી જિલ્લા પંચાયતની સહકાર ઉત્પાદન અને સિંચાઇ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા આજ રોજ નેશનલ હાઇવે-પીલુડી પાસે ચાલી રહેલ નવા રસ્તાના કામની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તેમની સાથે બાંધકામ વિભાગના અધિકારીઓ ઘેટીયા, એસ.ઓ. રવિભાઈ તેમજ કોંટ્રાક્ટર જોડાયા હતા. અને તેઓએ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કામમાં કોઈ કચાશ ન રાખવા અને કામ ગુણવતાપૂર્વક કરવા સૂચના આપી હતી.