Friday, January 31, 2025
HomeNewsતાજેતરમાં જાહેર થયેલ રેલવેની ભરતીની ઓનલાઇન અરજી કરવા મોરબી જિલ્લા પંચાયત દ્વારા...

તાજેતરમાં જાહેર થયેલ રેલવેની ભરતીની ઓનલાઇન અરજી કરવા મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૩૫ કેન્દ્રો ઉભા કરાયા

ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે જાહેરાતમાં ૩૨,૪૩૮ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લઈ શકે તે માટે મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકે તે માટે ૩૫ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.

- Advertisement -
- Advertisement -

 

તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. જે જાહેરાતમાં ૩૨,૪૩૮ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટે ઓનલાઇન અરજી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જે અરજી કરવાની અંતિમ તા. ૨૨/૦૨/૨૦૨૫ છે. ત્યારે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળે અને તેઓ સરકારી સેવામાં જોડાય તેવા આશય સાથે મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકે તે માટે કુલ ૩૫ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે ૦૫ કેન્દ્રો તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી અને ગ્રામ્ય કક્ષાએ ૩૦ જેટલા કેન્દ્રો તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકશે. તેથી રસ ધરાવતા ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવા માટે મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!