Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી : જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જેતપર હેલ્થ કેન્દ્રને ૨૦૦ રેપિડ ટેસ્ટ...

મોરબી : જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જેતપર હેલ્થ કેન્દ્રને ૨૦૦ રેપિડ ટેસ્ટ કીટ, માસ્ક-સેનેટાઈઝરનુ વિતરણ કરાયું

મોરબી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સેવાભાવી લોકો આગળ આવી જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. મોરબી જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા દ્વારા હાલ કોરોના મહામારીનાં કપરા કાળમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે તેમણે મોરબીનાં જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ ગામના આગેવાનો સાથે મળીને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીઓની સારસંભાળ લીધી હતી. તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા ખૂટતી હોવાનું ધ્યાને આવતા તેમણે દર્દીઓની સેવા માટે તત્પરતા દાખવી હતી અને તેઓ દ્વારા જેતપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 200 રેપીડ ટેસ્ટ કીટ તેમજ 3 હજાર માસ્ક અને 500 સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!