Saturday, April 19, 2025
HomeGujaratરેલ્વેની ભરતીને લઇને મોરબી જિલ્લા પંચાયતે યોજી મોક ટેસ્ટ, કુલ ૧૯૧ ઉમેદવારોએ...

રેલ્વેની ભરતીને લઇને મોરબી જિલ્લા પંચાયતે યોજી મોક ટેસ્ટ, કુલ ૧૯૧ ઉમેદવારોએ આપી પરીક્ષા

રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જિલ્લા પંચાયત મોરબી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે મોક ટેસ્ટમાં જિલ્લામાંથી કુલ ૧૯૧ ઉમેદવારોએ આજે પરીક્ષા આપી. જેમાં મોરબીમાં ૫૯, હળવદમાં ૬૭ અને વાંકાનેરમાં ૬૫ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની વેબ સાઈટ પર ઓનલાઈન પ્રસિધ્ધ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-૧)ની ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર આજરોજ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે મોક ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી કુલ ૧૯૧ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે અંતર્ગત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ મોરબી પરીક્ષા કેન્દ્ર પર ૫૯, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ હળવદ પરીક્ષા કેન્દ્ર પર ૬૭ અને શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ વાંકાનેર પરીક્ષા કેન્દ્ર પર ૬૫ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઈટ ઉપર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!