મોરબી:મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારિયાની પુત્રી સંસ્કૃતિએ સફળતાપૂર્વક MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર તરીકે નવી ઓળખ બનાવી છે. તેમણે આ જટિલ અભ્યાસમાં ઉમદા પરિણામ સાથે સફળતા મેળવી સમગ્ર રબારી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવભેર નામ રોશન કર્યું છે.
સંસ્કૃતિએ શૈક્ષણિક જીવનની તમામ પડકારોને સામે લઈ પોતાની મહેનત અને પ્રતિબદ્ધતાથી આ સિદ્ધિ હાંસલ કરી છે.તેના ડોક્ટર બનતા પરિવારજનોમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે અને ઠેર ઠેર થી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.
સમાજના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકોએ સંસ્કૃતિને મળીને શુભકામનાઓ આપી અને ભવિષ્યમાં વધુ ઉંચાઈઓ સ્પર્શે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.યુવાપેઢી માટે સંસ્કૃતિ પ્રેરણાસ્ત્રોત બની છે કે કઠિન મહેનત અને સંકલ્પ સાથે કોઈ પણ સપનુ સાકાર કરી શકાય છે.