Sunday, December 29, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસનો સપાટો:જુગારના સાત દરોડામાં વરલીફીચર્સ અને તીનપત્તીનો જુગાર રમતા ૭...

મોરબી જીલ્લા પોલીસનો સપાટો:જુગારના સાત દરોડામાં વરલીફીચર્સ અને તીનપત્તીનો જુગાર રમતા ૭ મહિલા સહિત ૨૭ ઝડપાયા,૧૦ નાસી ગયા

મોરબી જીલ્લા પોલીસના જુદા-જુદા પોલીસ મથક ટીમ દ્વારા અલગ અલગ સાત સ્થળોએ રેઇડ કરી જુગાર રમતા ઈસમો ઉપર તવાઈ બોલાવી હતી. પોલીસના સાત દરોડામાં વર્લી-મટકાના આંકડાનો જુગાર રમતા એક બાકી ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તીનો જુગાર ૨૬ સહિત કુલ ૨૭ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ૭ મહિલા જુગારીનો પણ સમાવેશ છે. જ્યારે ૧૦ જેટલા જુગારી પોલીસને જોઈ નાસી ગયા હતા ત્યારે પોલીસે નાસી ગયેલ આરોપીઓને ફરાર દર્શાવી કુલ ૩૭ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જુગારની પ્રથમ રેઇડની મળતી માહિતી મુજબ મોરબી-૨ ઉમા ટાઉનશીપ પટેલ હાઇટ્સ પાછળ લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીના જુગારની મહેફિલ માણતા જયંતીલાલ ગોરધનભાઇ મકવાણા ઉવ.૬૭ રહે. મોરબી-૦૨ ઉમા ટાઉનશીપ મંગલજયોત-ડી ફલેટ નં-૪૦૨ મુળગામ થાણીયાણા તા.માણાવદર જી.જુનાગઢ, દુર્લભજીભાઇ લાલજીભાઇ લોરીયા ઉવ.૫૮ રહે. મોરબી-૦૨ ઉમા ટાઉનશીપ ધર્મ પેલેસ ફલેટ નં-૩૦૩ મુળગામ જીવાપર તા.જી.મોરબી, રવજીભાઇ ચતુરભાઇ લોરીયા ઉવ.૬૮ રહે.મોરબી-૦૨ ઉમાટાઉનશીપ જરમર એપાર્ટમેન્ટ ફલેટ નં-૩૦૪ મુળગામ જીવાપર તા.જી.મોરબી, પ્રફુલભાઇ છગનભાઇ હાસલીયા ઉવ.૬૪ રહે.ઉમા ટાઉનશીપ વિરાટ-૦૨ ફલેટ નં-૫૦૨ તા.જી.મોરબી મુળગામ સુપેડી તા.ધોરાજી. જી.રાજકોટ, શાંતીલાલ મલુભાઇ ચાપાણી ઉવ.૫૫ ધંધો ખેતી રહે.રામનગર(જીકીયારી), કાનજીભાઇ આંબાભાઇ છત્રોલા ઉવ.૬૦ રહે.રહે. ઉમા ટાઉનશીપ નકલંક હાઇટસ ફલેટ નં-૧૦૧ તા.જી.મોરબી મુળગામ તળાવીયા શનાળા તા.જી.મોરબીવાળાને રોકડા રૂ.૩૦,૭૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે બીજા દરોડામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ વૃષભનગરમાં શેરીમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા અગ્નેશભાઈ રમેશભાઈ ભોજાણી, સમીર, ભાવેશભાઈ વીઠલભાઈ એરણીયા, હરેશભાઈ નટુભાઈ અધારા, પ્રફુલભાઈ અવચરભાઈ ઝઝવાડીયા, રાજેશભાઈ સુખરામભાઈ સોલકી ને રંગેહાથ ઝડપી લેવાયા છે પોલીસ જુગારના પટ્ટમાંથી રોકડા ૩૨,૦૦૦/-જપ્ત કર્યા હતા.

ત્રીજા દરોડામાં વીસીપરા વિસ્તારમાં પ્રજાપત કારખાનાની બાજુમાં બી ડિવિઝન પોલીસે રેઇડ કરી ત્રણ જુગારી જાવીદભાઇ સલેમાનભાઇ સુમરા ઉવ.૬૦ રહે.મદીના સોસાયટી વીસીપરા મોરબી-૨, મહેબુબભાઇ કરીમભાઇ જુણેજા જાતે મુસ્લીમ ઉવ.૬૨ રહે.રમેશ કોટન મીલની પાછળ વીશીપરા મોરબી-૨ તથા જાદવજીભાઇ શંકરભાઇ તરવાડીયા ઉવ.૪૧ રહે. પ્રજાપત ટાઇલ્સ શેરી નં.૨ વીશીપરા મોરબી-૨વાળાને તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ.૪,૯૧૦/- સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે ચોથા દરોડામાં હળવદ તાલુકાના દિઘડીયા ગામે વાડીના શેઢા પાસે જુગાર રમતા કુલ ૧૦ પૈકી ૮ નાસી ગયા હતા. જેમાં બે આરોપી ગણેશભાઇ સોમાભાઇ ઇન્દરીયા ઉવ.૩૦ તથા ગોપાલભાઇ સોમાભાઇ ઇન્દરીયા ઉવ.૨૬ બંનેરહે.દીઘડીયા ગામ તા.હળવદવાળાને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે આરોપી ૧-ભથીભાઇ પરષોતમભાઇ કંગથરા, ૨-મુનાભાઇ ઉર્ફે સાંભો રમેશભાઇ રાપુસા, ૩-મુનાભાઇ ઉર્ફે કાબો રામાભાઇ અઘારા, ૪-ધીરાભાઇ ઉર્ફે વિરમ અવચરભાઇ રાપુસા, ૫-દેવરાજભાઇ ગોવિંદભાઇ અઘારા, ૬-હીન્દાભાઇ મસાભાઇ સાવરીયા, ૭-વિનોદભાઇ ઉર્ફે ખુરજી દીપુભાઇ કાંજીયા બધારહે-દીઘડીયા તા-હળવદ જી-મોરબી તથા ૮-અલ્પેશભાઇ ઉર્ફે ભાણો રમેશભાઇ વનપરા રહે-વિરપર તા-મુળી જી-સુરેન્દ્રનગરવાળા પોલીસને જોઈને નાસી ગયા હતા. ત્યારે પોલીસે સ્થળ ઉપર રોકડા રૂ.૧,૯૯૦/- એક લાઈટ કિ.રૂ.૫૦/- તથા ૬ નંગ મોટર સાયકલ કિ.રૂ.૯૦,૦૦૦/- એમ કુલ રૂ.૯૨,૦૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત પાંચમા દરોડામાં હળવદના જુના અમરાપર ગામે દરોડો પાડતા જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે આરોપી ઝડપાયા હતા જ્યારે અન્ય બે આરોપી નાસી ભાગી ગયા હતા ત્યારે પકડાયેલ આરોપી ફિરોજભાઈ ગુલામભાઈ કટીયા ઉવ.૩૮ રહે.મીઠાના ગંજે ટીકર રોડ હળવદ, બાલાભાઈ ભગવાનભાઈ કોળી ઉવ.૬૫ રહે.જુના અમરાપરવાળાને રોકડા રૂ.૧૩,૩૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા બે આરોપી સંજયભાઈ દિલીપભાઈ ઝીંઝુવાડીયા તથા લાલજીભાઈ રમેશભાઈ માલકીયા બંનેરહે.જુના અમરાપર તા.હળવદવાળા પોલીસને જોઈ નાસી ભાગી ગયા હતા. ત્યારે પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે છઠ્ઠા દરોડામાં મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેણાંક બહાર જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલા જુગારી પોલીસ ઝપટે ચડી હતી. જેમાં સરોજબેન ચંદુભાઇ રેવાભાઇ સાંતોલા ઉવ-૪૭ તથા ટીનુબેન મુકેશભાઇ વશરામભાઇ કણસાગરા ઉવ-૩૦ બંનેરહે-ધરમપુર તા-જી-મોરબી, કાજલબેન વિપુલભાઇ દીલીપભાઇ કણસાગરા ઉવ-૨૫, દયાબેન કરશનભાઇ ગાંડુભાઇ ઉપસરીયા ઉવ-૫૬, દક્ષાબેન હિતેશભાઇ ચંદુભાઇ સનુરા ઉવ-૨૮, માયાબેન નિલેશભાઇ છગનભાઇ પંચાસરા ઉવ-૨૪, સરોજબેન રાજેશભાઇ ખીમજીભાઇ ઉપસરીયા ઉવ-૨૫ પાંચેય રહે-જાંબુડીયા તા.જી.મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી. પોલીસે જુગારના કુંડાળામાંથી રોકડા રૂ.૮૦૦/- કબ્જે લઈ તમામ મહિલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે બાતમીને આધારે દરોડો પાડતા બસ સ્ટેન્ડની સામેની શેરીમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા વિપુલભાઇ પ્રાણજીવનભાઇ નિમાવત ઉવ.૩૫ રહે.ખાખરેચી રામજી મંદિર પાછળ તા.માળીયા(મી)ને વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂ.૨,૮૨૦/-સાથે પકડી લઈ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!