Monday, January 13, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી:નવા વર્ષની શરૂઆતમાં અલગ અલગ પોલીસ મથકમા ૨૯ પ્યાસીઓને...

મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી:નવા વર્ષની શરૂઆતમાં અલગ અલગ પોલીસ મથકમા ૨૯ પ્યાસીઓને ઝડપી લેવાયા

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે મોરબીમાં કેટલાક સ્થળે થર્ટી ફર્સ્ટ પાર્ટી માટેના આયોજન થયા હતા. આ પાર્ટીમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન થાય કે લોકો દારૂ, ડ્રગ્સ કે અન્ય નસીલા પદાર્થોનું સેવન કરી બહાર ન ફરે તેની પર ખાસ નજર રાખવામાં આવી હતી. જેને લઇ મોરબી પોલીસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો આ સાથે મોરબીમાં ગેરકાયદેસર દારૂ વેચનારા ઉપર પણ પોલીસની ચાંપતી નજર રહી હતી. અને અલગ-અલગ વિસ્તારમાંથી નશીલા પદાર્થનું સેવન કરી જાહેરમાં ખેલ કરતા લોકોને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ દરમિયાન મોરબી-૨ ત્રાજપર એસ્સાર પંપની સામે રહેતા લાલજીભાઇ ભલાભાઇ ગોલતરને શનાળા રોડ નવાબસસ્ટેન્ડ સામેથી કેફીપીણુ પીધેલ હાલતમાં પોતાની નંબર પ્લેટ વગરની નેકસોન કાર કે જેની કિંમત રૂ.૫૦૦,૦૦૦/- છે તે લઇ જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની અને બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતાતેની અટકાયત કરી હતી. તેમજ મોરબીના વાવડીરોડ આશાપુરાપાર્ક પાસે રહેલા અજયભાઇ વ્રજલાલ ડાભીને વાવડીરોડ પર જ આવેલ ઉમીયા પાર્ક સોસાયટી સામે કેફીપીણુ પીધેલ હાલતમાં તેની જી.જે.૦૩-ઇ.કે.૪૬૫૬ નંબરની સ્પ્લેન્ડરબાઈક સાથે ઝડપી પાડ્યો હતો. જયારે હરીજનવાસ શેરી નં.૮માં રહેતા મહેસભાઈ મગનભાઈ વાઘેલા અને હરીજનવાસ શેરી નં.૭ માં રહેતા કલ્પેસભાઈ મનોજભાઈ મકવાણાને પણ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે.

બીજી બાજુ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પીધેલી હાલતમાં વિધુતનગરના ઢાળ પાસે સર્કીટહાઉસ સામે રહેતા દિપકભાઇ બાબુભાઇ ડાભી, મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમાં રહેતા હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા, બ્લોક નં.૧૦૩ હાઉસીંગ બોર્ડ સામાકાંઠે રહેતા નિશીતભાઇ પ્રફુલભાઇ દવે, રાપર પાવર હાઉસ વિસ્તારમાં રહેતા પીરાભાઇ જોધાભાઇ બોહરીયા, મહેન્દ્રનગર મહાકાળી મઢ પાસે રહેતા કિશનભાઇ વશરામભાઇ હળવદીયા અને બેલા ગામે રહેતા પ્રશાતભાઈ વાલજીભાઈ ચીખલીયા નામના શખ્સોને પકડી પાડ્યા છે. જ્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ દરમિયાન વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબીના વાવડી રોડ ભગવતીપરા સોસાયટીમાં રહેતા મયુરભાઇ મનુભાઇ અજાણા, વીશીપરા કુલીનગર-૨માં રહેતા સીદીક સલીમભાઇ સામતાણી, રામકુષ્ણ ગોપાલ સોસાયટી સામે રહેતા રાજેશભાઈ ભીખુભાઈ કોટક, વીશીપરા કુલીનગરમાં રહેતા ઇમરાનભાઈ ફરીદભાઈ જેડા, ઉમીયાનગર સીરામીક સીટી પાછળ રહેતા મહેશભાઈ ધનજીભાઈ સાવરીયા, જુના જાંબુડીયા ગમે રહેતા ધીરૂભાઈ છગનભાઈ વિંઝવાડીયા, પાવડીયારી કેનાલ પાસે રહેતા સુમિતભાઇ જયેશભાઇ થળોદા, વીસીપરા કુલીનગરમાં રહેતા વિજયભાઇ ઉર્ફે. ધોધો અમરશીભાઇ હડાણી, ત્રાજપર પહેલી શેરીમાં રહેતા મહેશભાઇ સોમાભાઇ સેલાણી,જેતપર અણીયારી રોડ લેસ્પીન કારખાનાના લેબર કવાટરમાં રહેતા નંદલાલભાઇ ચીંતામણીભાઇ રાય, જેતપર અણીયારી રોડ લેસ્પીન કારખાનાના લેબર કવાટરમાં રહેતા અરવિંદભાઇ હેમલાલ કોલ, જેતપર અણીયારી રોડ લેસ્પીન કારખાનાના લેબર કવાટરમાં રહેતા વિજયભાઇ દુર્ગાભાઇ રાય તથા જેતપર (મચ્છુ) ગામે રહેતા કુકાભાઇ રધુભાઇ દેગામાને ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં જાહેરમાં બકવાસ કરતા વાંકાનેરના મીલપ્લોટ ચોકમા રહેતા આમદભાઇ હાસમભાઇ કટીયા, શકિતપરા (હશનપર)માં રહેતા વાહીદભાઈ મામદભાઈ કટીયા, વાંકાનેર સીટી સ્ટેશન રોડ,પરબની બાજુમા રહેતા કાસમભાઇ સલીમભાઇ બશેર તથા વાંકાનેરના વીશીપરામાં રહેતા હુશેનભાઈ રાયબભાઈ કટીયાને ઝડપી પાડ્યા છે. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ચેકીંગ અને પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના સમથેરવામાં રહેતા રમેશભાઇ ધીરૂભાઇ બારૈયા તથા રેમ્બો ફેબપેક કારખાનાની કોલોનીમાં રંગપરમાં રહેતા બુટીયા કીરીટભાઇ જેન્તીભાઇને નશાની હાલતમાં જાહેરમાં ખેલ કરતા પકડી પાડ્યા છે. જેને લઇ એવું કહી શકાય કે, મોરબીમાં થર્ટી ફસ્ટના દિવસે મોરબી પોલીસ એલર્ટ મોડમાં રહી હતી. મોરબી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત વાહન ચેકિંગ તેમજ પ્રથમવાર એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરીને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમ્યાન પોલીસે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકિંગ સહિતની કામગીરી પણ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!