ભારતમાં સાયબર ક્રાઈમના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, 2024માં સાયબર ફ્રોડના કેસોમાં 206%નો ઉછાળો નોંધાયો છે, જેમાં દેશભરમાં લોકોને રૂ.22,845 કરોડનું નુકસાન થયું છે. 2023માં આ આંકડો રૂ.7,465 કરોડ હતો, એટલે કે એક જ વર્ષમાં નાણાકીય છેતરપિંડીમાં ઘણો વધારો થયો છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ ” આપની સુરક્ષા, અમારી જવાબદારી” સૂત્રને સાબિત કરી ગૌશાળામાં દાનના નામે તેમજ લક્કી ડ્રો સ્કીમ હેઠળ સાઇબર ગઠિયાઓ દ્વારા થતાં સાઇબર ફ્રોડથી સાવધાન રહેવા અપીલ કરી છે. અને આવા ગઠિયાઓથી બચવા 1930 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે. અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.









