મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા ચેકીંગ હાથ ધરી હતી. અને તે દરમિયાન બાતમીનાં આધારે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ 9 શકુનિઓને ઝડપી પાડ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ બનાવમાં, ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લજાઇગામે બસ સ્ટેશન પાછળના ભાગે ખુલ્લામાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા સંજયભાઇ વિજયભાઇ બાંભણીયા (રહે.લજાઇગામ, આથમણા જાપે તા.ટંકારા જી.મોરબી), હિરેનભાઇ દેવાયતભાઇ મિયાત્રા (રહે.લજાઇગામ, બસ સ્ટેશન સામે તા. ટંકારા જી.મોરબી) તથા અજહરૂદીનભાઇ વલીભાઇ હેરંજા (રહે.-લજાઇગામ ગ્રામ પંચાયત પાસે તા. ટંકારા જી.મોરબી)ને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૧૧,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી વીસીપરા વિહોતમાતાના મઢ વાળી શેરીમાં રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ગોવિંદભાઇ બચુભાઇ ઓગાણીયા (રહે.વીસીપરા શક્તિ મેડીકલ પાછળ વિહોતમાતાના મઢ પાસે મોરબી), લીલાબેન બચુભાઇ ઓગાણીયા (રહે.વીસીપરા શક્તિ મેડીકલ પાછળ વિહોતમાતાના મઢ પાસે મોરબી) તથા હંસાબેન મનસુખભાઇ કેશુભાઇ ઓગાણીયા (રહે. વીસીપરા શક્તિ મેડીકલ પાછળ વિહોતમાતાના મઢ પાસે મોરબી) ને પકડી પાડ્યા છે. તેમજ તેમની પાસેથી રોકડા રૂપીયા-૨૦૫૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
ત્રીજા બનાવમાં, મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વીસીપરા શક્તિ મેડીકલ પાછળની શેરીમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા વિપુલભાઇ હિંમતભાઇ સોલંકી (રહે.વીસીપરા શક્તિ મેડીકલ પાછળ વિહોતમાતાના મઢ પાસે મોરબી), જયાબેન ભરતભાઇ દેલવાણીયા (રહે.વીસીપરા શક્તિ મેડીકલ પાછળ વિહોતમાતાના મઢ પાસે મોરબી) તાથા ભાનુબેન શંકરભાઇ ઓગાણીયા (રહે.વીસીપરા શક્તિ મેડીકલ પાછળ વિહોતમાતાના મઢ પાસે મોરબી મુળ રહે.ઇન્દીરાનગર નટળીમાંના મંદિર પાસે મોરબી)ને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૧૦૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.