મોરબીમાં વિદેશીની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દિન રાત કાર્યવાહી કરી રહ્યું છે. અને એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, GJ-03-FG-7950 નંબરની બજાજ પ્લેટીના મોટરસાયકલ લઈ એક શખ્સ નાગલપર ગામ પાસે રોડ પરથી પસાર થનાર છે. જે હકીકતના આધારે પોલીસે નાગલપર ગામ પાસે રોડ પર વોચ ગોઠવી મહેશ ઉર્ફે રામો વજાભાઇ સેટાણીયા નામના શખ્સની મોટરસાઇકલ રોકી તેની તપાસ કરતા મોટરસાઇકલની સાઇડમાં લટકાવેલ થેલીમાંથી મેકડોવેલ્સ નં.૧, કલેક્શન વ્હીસ્કીની રૂ.૭૫૦/-ની કિંમતની ૦૨ બોટલ મળી આવતા પોલીસે રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂ.૩૦,૭૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી છે.
બીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ મોરબીનાં પરસોતમ ચોક ખાતે પ્રકાશભાઇ રસીકભાઇ હમીરપરા (રહે.મોરબી રવાપર રોડ કાલીકાપ્લોટ શેરીનં.૪) નામના શખ્સને શંકાના આધારે રોકી તેની પૂછપરછ કરતા શંકા વધુ ગાઢ થતા પોલીસે તેની તપાસ કરી હતી. જેમાં પોલીસને મેકડોલ્સનં.૧ કલેકશન વ્હીસ્કીની રૂ.૩૭૫/-ની એક બોટલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી પ્રકાશભાઇ રસીકભાઇ હમીરપરાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.