રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી જૂગાર રમતા પત્તા પ્રેમીઓને પકડી પાડયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જન કલ્યાણ સોસા. મૈઇન રોડ ઉપર મઢુલી હૈર આર્ટ સામે જાહેરમાં અમુક લોકો જૂગાર રમી રહ્યા છે જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી જૂગાર રમતા નવઘણભાઇ મનુભાઇ ડુંગરા, અફઝલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા તથા રફીકભાઇ હાસમભાઇ કાસમાણી નામના શખ્સો મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂપીયા. ૨૨,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે અન્ય બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે નવાપરા પંચાસરરોડ ધર્મનગર પેપીના કારખાના પાછળ રેઇડ કરી હતી અને જાહેરમા જૂગાર રમતા મથુરભાઈ વિરજીભાઈ મેટાળીયા, સંજયભાઈ ગોરધનભાઈ મેટાળીયા, સંજયભાઇ કાળુભાઇ જીડીયા, વલ્લભભાઈ માનસીંગભાઈ મેટાળીયા, પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા, રાહુલભાઈ પ્રેમજીભાઈ માલકીયા, પ્રતાપભાઈ નાગરભાઈ ભુસડીયા, આદમભાઈ ઉસ્માનભાઈ કટીયા તથા અબ્દુલભાઈ અમીભાઈ માલકીયા નામનાં ઇસમોની રોકડા રૂ.૨૯૪૦૦/- નાં મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. અને તમામ વિરૂદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો હતો.